વૈશ્વિક યુદ્ધ જેવી પરિસ્થિતિઓની અસર હવે સુરતથી વિદેશ પ્રવાસ કરતા મુસાફરો પર પણ જોવા મળી રહી છે. વેકેશન સિઝન હોવા છતાં સુરત એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે.સુરત એરપોર્ટથી વિદેશ પ્રવાસ કરતા મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.જાન્યુઆરી મહિનામાં જ્યાં 23,660 મુસાફરોએ સુરતથી વિદેશ યાત્રા કરી હતી, ત્યાં એપ્રિલ મહિનામાં આ આંકડો ઘટીને માત્ર 4,114 પર પહોંચી ગયો છે.સુરતથી શારજાહ અને દુબઈ બાદ એપ્રિલ મહિનામાં બેંગકોકની ફ્લાઈટ પણ બંધ કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ, આંતરરાષ્ટ્રીય મુસાફરી અંગેની અનિશ્ચિતતા અને ફ્લાઈટ ઓપરેશનમાં ઘટાડાના કારણે વિદેશ પ્રવાસમાં ઘટાડો નોંધાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.જોકે આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યા ઘટી હોવા છતાં સુરત એરપોર્ટ પર ડોમેસ્ટિક મુસાફરોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.ડોમેસ્ટિક મુસાફરોનો આંકડો વધીને 1,32,364 સુધી પહોંચ્યો છે, જે સુરત એરપોર્ટ માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે.હાલ એરપોર્ટ તંત્ર અને પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ફરી શરૂ થાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.