સુરતના વેસુ વિસ્તારમાં આવેલા વ્હાઇટ હાઉસ બિલ્ડિંગમાં સ્થિત DGGI એટલે કે ડાયરેક્ટર જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સની ઓફિસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતા ઓફિસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ઓફિસમાં રહેલા અનેક મહત્વના દસ્તાવેજો આગમાં બળીને ખાખ થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ આગ લાગવાના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.