District News
Surat સમાચાર
નાનપુરાસર્કલ પાસે વિશાળ વડનું વૃક્ષ ધરાશાયી,અનેક વાહનો દબાયા
સુરત ના નાનપુરા સર્કલ પાસે વિશાળ વડનું વૃક્ષ ધરાશાયી થતાં છ થી સાત વાહનો દબાયા અને દુકાનો ને નુકસાન થયું , ફેરિયાઓ નો માંડ બચાવ થયો.
સિંધોતની શાળામાં વિદ્યાર્થીઓ 250થી ઘટીને 78,ગ્રામજનોનો વિરોધ
ભરૂચ ના સિંધોત ની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી ઓ 250 થી ઘટીને 78 થયા હોવાનો દાવો છે. ગ્રામજનોએ શિક્ષકોની બદલીની માંગ સાથે શાળાનો ઘેરાવો કર્યો.
અંબાજી ભાદરવી પૂનમમહામેળામાં 36 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન
અંબાજી ભાદરવી પૂનમ મહામેળાના પાંચમા દિવસે ભક્તો નું મહેરામણ ઉમટ્યું , અત્યાર સુધી 36 લાખ થી વધુ ભક્તો એ મા અંબા ના દર્શન નો લાભ લીધો.
સુરતમાં રૂમનો સ્લેબ ધરાશાયી, 19 વર્ષીય વિદ્યાર્થીનું મોત..
સુરત ના અશ્વિની-કુમાર રોડ પર સરસ્વતી એપાર્ટમેન્ટ નો સ્લેબ ધરાશાયી થતાં 19 વર્ષીય વિદ્યાર્થીનું મોત થયું. પિતાએ મકાનમાલિક સામે આક્ષેપ કર્યા.
કતારગામમાં એપાર્ટમેન્ટનો દાદર ધરાશાયી, 28 રહીશોનું રેસ્ક્યૂ.
સુરત ના કતારગામ માં ચિંતામણી એપાર્ટમેન્ટ ની સીડી ધરાશાયી થતાં 28 રહીશો ફસાયા , ફાયર વિભાગે લેડર બ્રિજ બનાવી તમામ ને સુરક્ષિત બચાવ્યા.
સુરત- ભાવનગર માં બે તબીબો ના આપઘાત મામલે ઉચ્ચસ્તરીય તપાસ..
સુરત અને ભાવનગર માં બે તબીબો ના આપઘાત ની ઘટનાઓ અંગે આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા એ સંવેદના વ્યક્ત કરી ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા.
સુમુલ ડેરી ના પ્રમુખ તરીકે કાંતિ ગામિત ની વરણી...
સુમુલ ડેરી ના પ્રમુખ તરીકે કાંતિભાઈ ગામિત ની વરણી કરવામાં આવી છે. જુલાઈ માં બોર્ડ ચૂંટણી બાદ અટવાયેલો હોદ્દેદારો ની વરણી નો નિર્ણય લેવાયો.
સુરત માં RCC રોડ પહેલાં ડ્રેનેજ લાઇનનો સર્વે કરાશે
સુરત માં સોસાયટીઓ માં R C C રોડ બનાવતાં પહેલાં ડ્રેનેજ લાઇન નો સર્વે કરાશે. લાઇન નાની હશે તો તેને બદલ્યા બાદ જ રોડની કામગીરી હાથ ધરાશે
અંકલેશ્વરમાંરિક્ષામાં મુસાફરોની ચોરી કરતી ગેંગના ત્રણ ઝડપાયા
અંકલેશ્વર માં રિક્ષા માં વૃદ્ધ મુસાફર ના ખિસ્સામાંથી રૂ.15 હજાર ચોરવાના કેસમાં પોલીસે ત્રણ આરોપીને ઝડપી કુલ રૂ.91 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો.
ડિંડોલી માં સ્કૂલવાન ડ્રાઇવર પર શ્વાનનો હુમલો CCTVમાં કેદ..
સુરત ના ડિંડોલી માં એકલેરા ચોકડી નજીક સ્કૂલવાન ડ્રાઇવર પર શ્વાને અચાનક હુમલો કર્યો . સમગ્ર ઘટના નજીક માં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે.
સુરતમાં સફાઈ કામદારોનો કોન્ટ્રાક્ટ પ્રથા સામે અર્ધનગ્ન વિરોધ
સુરત કલેક્ટર કચેરીએ સફાઈ કામદાર યુનિયને અર્ધનગ્ન વિરોધ કરી રૂ.19 હજારના પગાર સામે માત્ર રૂ.9 હજાર ચૂકવાતા હોવાનો આક્ષેપ કર્યો.
સુરત માં BSNL નો કોપર વાયર ચોરવાના કેસમાં બે આરોપી ઝડપાયા.
સુરત ના દિલ્હીગેટ માં BSNL નો કોપર વાયર ચોરવા ના કેસ માં મહિધરપુરા પોલીસે બે આરોપી ને ઝડપી રૂ.4.98 લાખ નો કોપર વાયરનો મુદ્દામાલ જપ્ત કર્યો.
