City News
Surendranagar સમાચાર
રતનપર માં ‘શાહ હેપીનેસ અર્જન્ટ કેર સેન્ટર’ નો શુભારંભ
રતનપર માં શાહ હેપીનેસ અર્જન્ટ કેર સેન્ટર શરૂ થયું. અહીં પ્રાથમિક ઈમરજન્સી સારવાર, ECG, નેબ્યુલાઈઝર અને જરૂરી દવાઓ 100 ટકા વિનામૂલ્યે મળશે.
મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દર્દીઓએ ડોક્ટરોને રાખડી બાંધી
સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલમાં દર્દીઓએ રક્ષાબંધન પર્વે ડોક્ટરો અને તબીબી સ્ટાફને રાખડી બાંધી સ્નેહ અને આભાર વ્યક્ત કર્યો..
ચુડાના વેજળકા ગામની સીમમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો..
સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના વેજળકા ગામની સીમમાં પોલીસે 150 લીટર દેશી દારૂ અને 9 હજાર લીટર આથો મળી કુલ રૂ.55 હજારનો મુદ્દામાલ કબજે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી..
વઢવાણમાં 77મા વન મહોત્સવ-2026ની ઉજવણી, વૃક્ષારોપણ કરાયું..
વઢવાણમાં 77મા વન મહોત્સવ-2026ની ઉજવણી કરાઈ. ‘એક પેડ મા કે નામ 3.0’ હેઠળ વૃક્ષારોપણ સાથે નાગરિકોને વિનામૂલ્યે રોપા આપવા વૃક્ષ રથ રવાના કરાયો..
ચોટીલાની 22 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, શંકાસ્પદ પનીર જપ્ત..
ચોટીલાની 22 હોટલ-રેસ્ટોરન્ટ સહિતના સ્થળોએ તપાસ દરમિયાન આઠ સ્થળેથી 48 કિલો શંકાસ્પદ એનાલોગ પનીર જપ્ત કરી નમૂનાઓ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા છે..
સરકારી નોકરીના બહાને રૂ.25 લાખની છેતરપિંડી,ફરાર આરોપી ઝડપાયો
સુરેન્દ્રનગરમાં સરકારી નોકરી અપાવવાના બહાને રૂ.25 લાખની છેતરપિંડીના કેસમાં સાત મહિનાથી ફરાર આરોપી મેહુલ શાહને પોલીસે ઉદયપુરથી ઝડપી પાડ્યો...
સુરેન્દ્રનગરમાં કથિત ડબ્બા ટ્રેડિંગ નેટવર્ક ઝડપાયું..
સુરેન્દ્રનગરના રતનપરમાં કથિત ડબ્બા ટ્રેડિંગ પર દરોડો પાડી 6 આરોપી ઝડપાયા., રૂ.100 કરોડથી વધુના હિસાબી વ્યવહારો મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે..
સુરેન્દ્રનગરમાં એનાલોગ પનીર સામે ફૂડ વિભાગનું સઘન ચેકિંગ..
સુરેન્દ્રનગરમાં ફૂડ વિભાગે એનાલોગ પનીર સામે હોટલ, રેસ્ટોરન્ટ, ફેક્ટરી અને ગોડાઉનમાં તપાસ કરી.પનીર, ચીઝ ,બટરના નમૂના ચકાસણી માટે સરકારી ફૂડ લેબોરેટરીમાં મોકલાયા.
ઝીશાનખાને વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો..
સુરેન્દ્રનગરના દસાડાના ઝીશાનખાન ખોખરે વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી નેશનલ માટે ક્વોલિફાય કર્યું, મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું...
લખતરમાં 'શાહ હેપ્પીનેશ અર્જન્ટ કેર સેન્ટર' નો પ્રારંભ...
સુરેન્દ્રનગરના લખતરમાં શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ સંચાલિત 'શાહ હેપ્પીનેશ અર્જન્ટ કેર સેન્ટર' શરૂ, હવે સ્થાનિક દર્દીઓને ઇમરજન્સી સહિત વિવિધ સારવાર નજીકમાં
સુરેન્દ્રનગરમાં ₹94 લાખના ઇંગ્લિશ દારૂ પર રોલર ફેરવાયું...
સુરેન્દ્રનગરમાં કોર્ટના આદેશથી વિવિધ પોલીસ સ્ટેશનોમાં જપ્ત કરાયેલી 11,725 ઇંગ્લિશ દારૂની બોટલોનો નાશ કરાયો, અંદાજે ₹94.38 લાખના દારૂ પર રોલર ફેરવાયો...
વોર્ડ-4માં વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ, રહીશોને રાહત...
સુરેન્દ્રનગરમાં વરસાદી પાણી ભરાવાની ફરિયાદ બાદ વોર્ડ-4ના જનપ્રતિનિધિ જામાભાઈ ગરીયા સ્થળ પર, મહાનગરપાલિકાની ઝડપી કામગીરીથી પાણીનો નિકાલ થતાં સ્થાનિકોને રાહત મળી.
