અંકલેશ્વરમાં GIDC પોલીસને છેતરપીંડીના ગુનામાં મોટી સફળતા મળી છે. છેલ્લા પાંચ મહિનાથી ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હ્યુમન અને ટેક્નિકલ ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ખેડા જિલ્લાના નડિયાદમાંથી આરોપીની ધરપકડ કરી છે.અંકલેશ્વર GIDC પોલીસ મથકના PI C.F. ઠાકોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની ટીમે છેતરપીંડીના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.પોલીસે હ્યુમન તેમજ ટેક્નિકલ ઇન્ટેલિજન્સની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કરી ખેડા જિલ્લાના નડિયાદ ખાતે બારકોશીયા રોડ પર આવેલી મેમણ સોસાયટીમાંથી જુનેદ ઇકબાલ વ્હોરાની ધરપકડ કરી હતી.પોલીસે આરોપીની ધરપકડ સાથે તેની પાસેથી એક કાર પણ કબ્જે લીધી છે. છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યા બાદ GIDC પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે છેતરપીંડીના ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ.
અંકલેશ્વર GIDC પોલીસની મોટી સફળતા 5 મહિનાથી ફરાર છેતરપીંડીનો આરોપી ઝડપાયો..