City News
Rajkot સમાચાર
જૂના ડીસામાં રૂ. 542 કરોડના ખર્ચે નાઈટ સફારી પ્રોજેક્ટ
જૂના ડીસામાં રૂ. 542 કરોડના ખર્ચે નાઈટ સફારી પ્રોજેક્ટ સાકાર થશે. અસરગ્રસ્તોના પુનર્વસન માટે 8 હેક્ટરમાં નવું ગામતળ મંજૂર, 140 લાભાર્થીઓને પ્લોટની સનદ અપાશે..
ગોંડલ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ આવક, 7 કિમી લાંબી લાઈનો...
ગોંડલ યાર્ડમાં ડુંગળીના 2 લાખથી વધુ કટ્ટા અને 2 હજારથી વધુ વાહનો પહોંચ્યા. 7 કિમી સુધી લાંબી લાઈનો લાગતાં ડુંગળીની નવી આવક અસ્થાયી બંધ કરાઈ.
રાજકોટના મોહિત ઉલ્વાએ પાકિસ્તાન સામે અપાવી ભારતને ઐતિહાસિક જીત
U-19 એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતને જીત અપાવનાર રાજકોટના મોહિત ઉલ્વાની સફળતાથી પરિવારમાં ખુશીનો માહોલ, પિતાએ વ્યક્ત કરી ગર્વની લાગણી.
રાજકોટ ST વિભાગની ચેકિંગ ડ્રાઇવમાં ડ્રાઇવરનો ટેસ્ટ પોઝિટિવ
રાજકોટ ST વિભાગની આલ્કોહોલ ચેકિંગ ડ્રાઇવમાં બસ ઉપડે તે પહેલાં ડ્રાઇવર યુવરાજસિંહ ગોહિલનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો. આશરે 30 કર્મચારીઓની તપાસ કરાઈ.
રાજકોટમાં પોલીસ શહીદ સ્મૃતિ દિવસે જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ
રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ શહીદ સ્મૃતિ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો. પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા સહિત અધિકારીઓએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી.
રાજકોટના શાપરમાં 35 ખેડૂતોને ₹100 કરોડની જમીનના દસ્તાવેજ પરત
રાજકોટના શાપરમાં હર્ષ સંઘવીએ નવી પોલીસ કચેરીનું લોકાર્પણ કર્યું. 35 ખેડૂતોને ₹100 કરોડની જમીનના 55 દસ્તાવેજ પરત; ગ્રામ્ય પોલીસને ISO પ્રમાણપત્ર
રાજકોટમાં ₹1.53 કરોડની લૂંટ અને હત્યા કેસમાં 9 આરોપી ઝડપાયા
રાજકોટના આજી GIDCમાં ₹1.53 કરોડની સોના-ચાંદીની લૂંટ અને લાલજી સરધારાની હત્યા કેસમાં 9 શખ્સ ઝડપાયા. ક્રાઇમ બ્રાન્ચે તમામ મુદ્દામાલ રિકવર કર્યો હોવાનો દાવો.
રાજકોટમાં દિવાળી પહેલાં સિંગતેલનો 15 કિલો ડબ્બો ₹3,000ને પાર
રાજકોટમાં દિવાળી પહેલાં સિંગતેલનો 15 કિલો ડબ્બો ₹3,000થી ₹3,080 સુધી પહોંચ્યો. વેપારીઓએ નવી મગફળીની આવકમાં વિલંબને ભાવવધારાનું કારણ ગણાવ્યું.
ઢાંકના સિદ્ધિવિનાયક મંદિરમાં પત્રથી દાદાને કહે છે મનોકામના..
ઉપલેટા ના ઢાંક સિદ્ધિવિનાયક મંદિર માં ભક્તો પત્ર દ્વારા પોતા ની મનોકામના ગણપતિદાદા ને જણાવે છે. અહીં ગણપતિદાદા મૂષક ને બદલે સિંહ પર બિરાજમાન છે.
બળવંતભાઈ માણવરની પ્રતિમાનું અનાવરણ, પુણ્યતિથિ કાર્યક્રમ યોજાયો
રાજકોટના ડમીયાણી ગામે વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલમાં પૂર્વ સાંસદ બળવંતભાઈ માણવરની પુણ્યતિથિ નિમિત્તે પ્રતિમા અનાવરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા.
