District News
Amreli સમાચાર
જાફરાબાદ ના કોસ્ટલ બેલ્ટમાં ધોધમાર વરસાદ, લોકોને ગરમીથી રાહત
અમરેલી ના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો , મીતિયાળા, બાબરકોટ સહિતના વિસ્તારોમાં વરસાદથી ઠંડક પ્રસરી અને લોકોને ગરમીથી રાહત મળી.
નેપાળ માં સંપર્કવિહોણા બનેલા ગોમતીદાસ બાપુ હેમખેમ પરત ફર્યા.
નેપાળ માં પૂર ની હોનારત બાદ સંપર્ક વિહોણા બનેલા ગોમતીદાસ બાપુ હેમખેમ જાફરાબાદ પરત ફર્યા , ઢોલના તાલે સ્વાગત થતાં સેવકગણ અને ભક્તોમાં ખુશી છવાઈ.
બરવાળાબાવીશી ગામે ખોટી ફરિયાદના આક્ષેપ, નિષ્પક્ષ તપાસની માંગ
અમરેલી ના બરવાળા બાવીશી ગામે ખોટી ફરિયાદ ના આક્ષેપ સાથે સર્વસમાજ ના આગેવા નો અને ગ્રામજનોએ કલેક્ટર તથા SPને આવેદન આપી નિષ્પક્ષ તપાસની માંગ કરી.
ધારી ના ગોપાલગ્રામ માં વીજ સમસ્યા ને લઈ ગ્રામજનો માં રોષ
ધારી ના ગોપાલગ્રામ માં લાંબા સમય થી વીજ સમસ્યા હોવાનો ગ્રામજનો નો આક્ષેપ છે , PGVCL અધિકારી સમક્ષ તાત્કાલિક અને કાયમી ઉકેલની માંગ કરવામાં આવી છે.
અમરેલી SPએ 112 પર કોલ કરી પોલીસની સજ્જતાનો લીધોસરપ્રાઈઝટેસ્ટ
અમરેલી SP સંજય ખરાતે 112 પર ખુદ કોલ કરી પોલીસ ની સજ્જતા ચકાસી , ઇમરજન્સી કોલ મળતાં જનરક્ષક વાન માત્ર દોઢ મિનિટમાં SP કચેરી ખાતે પહોંચી ગઈ.
બાબરાનજીક વિદેશીદારૂ ભરેલી એમ્બ્યુલન્સ ઝડપાઈ એક આરોપી પકડાયો
અમરેલી ના બાબરા નજીક પોલીસે દારૂ ભરેલી એમ્બ્યુલન્સ ઝડપી પાડી , 1968 વિદેશી દારૂની બોટલો સાથે કુલ રૂ.10.66 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો...
GERI ના બે અધિકારી ઓ પાસે થી 21 હજાર ની રકમ રિકવર કરાઈ
મટીરીયલ્સ ટેસ્ટિંગ નો પોઝિટિવ રિપોર્ટ આપવા ના અવેજ માં 21 હજાર રૂપિયા ની લાંચ લેવાના આરોપ માં GERI ના બે અધિકારી ઓ સામે ACB ની ટ્રેપ કાર્યવાહી.
અમરેલીના લખાણીયાગામમાંદીપડોપાંજરે પુરાયો વનવિભાગને મળી સફળતા
અમરેલી ના ધારી તાલુકા ના દલખાણીયા ગામ માં ગ્રામજનો માં ભય ફેલાવનાર દીપડો વન વિભાગે પાંજરું ગોઠવ્યા ના માત્ર ચાર કલાકમાં પકડી પાડ્યો ગ્રામજનો એ લીધો રાહતનો શ્વાસ
અમરેલી રાજ્યના 10મા અત્યાધુનિક આધાર સેવા કેન્દ્રનો પ્રારંભ..
અમરેલી રાજ્યના 10 મા અત્યાધુનિક આધાર સેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે સાંસદ ભરત સુતરીયાના હસ્તે અમરેલીના નવા આધાર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
ચાંપાથળમાં શેત્રુંજી નદીમાંથી રેતીચોરીનો ગ્રામજનોનો આક્ષેપ..
અમરેલીના ચાંપાથળમાં શેત્રુંજી નદીમાંથી ગેરકાયદે રેતી ખનનનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો, કાર્યવાહી માટે તંત્રને 7 દિવસનું અલ્ટીમેટમ આપી રેતી ખનન બંધ કરાવવા માંગ..
સાવરકુંડલા રૂરલના ASI ₹5 હજારની લાંચ લેતા ઝડપાયા...
અમરેલી ACBએ સાવરકુંડલા રૂરલ પોલીસના ASI શ્યામભાઈ બગડાને ₹5 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લાંચની સમગ્ર રકમ રિકવર કરી છે, ACBએ છટકું ગોઠવી ASIને ઝડપી પાડ્યા..
સાવરકુંડલાના ચર્ચમાં તલવાર સાથે ઘૂસી આગ લગાવ્યાનો આક્ષેપ...
સાવરકુંડલા ના ચર્ચમાં તલવાર સાથે ઘૂસી આગ લગાવ્યાનો અને બે મહિલાઓને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ છે., પોલીસે કાર્યવાહી શરૂ કરી છે...
