અંકલેશ્વરના કસ્બાતીવાડ વિસ્તારમાં આવેલ સહાની ગલીમાં એક મકાનમાં ગેરકાયદેસર રીતે જુગાર રમાડવામાં આવી રહ્યો હોવાની માહિતી એ-ડિવિઝન પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી સ્થળ પરથી જુગાર રમતા 6 ઇસમોને ઝડપી પાડ્યા હતા.પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂપિયા 19 હજાર ઉપરાંત ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ ₹40 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ કાર્યવાહીમાં મુખ્ય સૂત્રધાર શાહબાજ ખાન ઉર્ફે ટાઈગર નસરુલ્લા ખાન પઠાણ સહિત આસિફઉદ્દીન ઉર્ફે પપ્પુ કાઝી, શાહનવાઝ ઇકબાલ શેખ, યાસીનખાન યુસુફખાન પઠાણ, અકીલ નજીર પઠાણ અને ઇસ્તિયાક હુસેન મુજજફર હુસેન કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે.પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.