ચોમાસામાં ખાડી પૂરની સમસ્યા નિવારવા તંત્ર એક્શન મોડમાં..
આરોગ્ય મંત્રી પ્રફુલભાઇ પાનસુરિયા દ્વારા ગંભીરતા થી લઈ અધિકારીઓ સાથે મિટિંગ કરી.પાલિકા અધિકારીઓ સાથે સમીક્ષા કરી ચોમાસામાં લોકોને અગવડતા ન પડે તે સૂચના આપી.ખાડી પૂર ન થાય તે માટે 200 કરોડથી વધુના પ્રોજેક્ટની કામગીરી પ્રગતિ હેઠળ છે.ખાડી પ્રોજેક્ટ વેગમાં ચાલી રહ્યો છે.વિવેકાનંદ સોસાયટીથી લઈને લક્ષ્મણ નગર સુધી ખાડી પ્રોજેક્ટ અંતર્ગત 200 કરોડથી વધુના ખર્ચે સરકારી કામગીરી પૂરજોશમાં શરૂ.ઉપરાંત નડતરરૂપ દબાણો દૂર કરાશે.ખાડી કિનારે આવેલાં મકાનોનાં ગેરકાયદેસર દબાણો અને પ્રાઇવેટ સોસાયટીઓની નડતરરૂપ દીવાલોનું ડિમોલિશન કરી ખાડી પહોળી કરવાની કામગીરી ચાલુ.સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કયા વિસ્તારોમાં વધુ પાણી ભરાય છે તેની ટેકનોલોજીની મદદથી સમીક્ષા કરવા તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી.દર ચોમાસામાં સુરતમાં ઉપરવાસના વરસાદનું સંકટ જોવા મળતું હોય છે.બારડોલી અને કામરેજ જેવા ઉપરવાસના વિસ્તારોમાં 5થી 10 ઇંચ ભારે વરસાદ પડે ત્યારે સુરતની ખાડીઓમાં પાણીનો ધસારો વધી જાય છે.જેના કાયમી ઉકેલ માટે તંત્ર દ્વારા આગોતરું આયોજન.સુરત શહેરના આંતરિક માર્ગો પર પાણી ન ભરાય તે માટે મનપા દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો,ખાડી પૂરના કારણે દર ચોમાસામાં સરથાણા,પુણા,વરાછા,નાના વરાછા,લીંબાયત,ભાઠેના વિસ્તારમાં લોકો ને અસર થતી હોય છે.