સુરતના કિરીટ પટેલે જિલ્લા કલેક્ટરને અરજી આપી ઈચ્છામૃત્યુની માંગણી કરી છે. કિરીટ પટેલનો આક્ષેપ છે કે તેમની પત્ની મનીષા ચૌહાણ મહિલાઓને મળેલા કાયદાનો દુરુપયોગ કરીને તેમને સતત માનસિક અને શારીરિક ત્રાસ આપી રહી છે. ન્યાય નહીં મળે તો આત્મહત્યા કરવા મજબૂર બનવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.સુરતના રહેવાસી કિરીટ પટેલે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને ઈચ્છામૃત્યુની માંગણી કરી છે. કિરીટ પટેલના જણાવ્યા મુજબ તેમની પત્ની મનીષા ચૌહાણ વારંવાર તેમની સાથે ઝઘડો કરી મારપીટ કરે છે અને જ્યારે તેઓ પોતાનો બચાવ કરે છે ત્યારે 181 મહિલા હેલ્પલાઇનમાં ફરિયાદ કરીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરાવે છે.કિરીટ પટેલે વધુમાં આક્ષેપ કર્યો કે તેમની અગાઉની પત્નીથી થયેલા સંતાનને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉપરાંત પત્ની દ્વારા ખોટા કેસો દાખલ કરીને કોર્ટ-કચેરીના ધક્કા ખવડાવવામાં આવી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું છે.કિરીટ પટેલનું કહેવું છે કે પુરુષોને ન્યાય મળે તેવા કાયદાની અછત છે અને તેઓ પોલીસ કમિશનરથી લઈને જિલ્લા કલેક્ટર સુધી અનેક જગ્યાએ રજૂઆતો કરી ચૂક્યા હોવા છતાં યોગ્ય ન્યાય મળ્યો નથી. જો તેમને ન્યાય નહીં મળે તો આત્મહત્યા કરવા મજબૂર બનશે તેવી ચેતવણી પણ તેમણે આપી છે.
પત્નીના ત્રાસથી પતિની ઈચ્છામૃત્યુની માંગ...