વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ જવા ઇચ્છુક મુસાફરો માટે રાજ્ય સરકારે નવી સુવિધા શરૂ કરી છે. સુરતના અડાજણ બસ ડેપોથી સોમનાથ સુધીની ડાયરેક્ટ વોલ્વો બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ બસને લીલી ઝંડી આપી સેવાનો શુભારંભ કરાવ્યો હતો.રાજ્ય સરકાર અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા યાત્રાળુઓ અને મુસાફરોને વધુ આરામદાયક મુસાફરી મળી રહે તે હેતુથી સુરતથી સોમનાથ સુધીની ડાયરેક્ટ વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે.સુરતના અડાજણ બસ ડેપોથી શરૂ થયેલી આ સેવાનો પ્રારંભ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીના હસ્તે લીલી ઝંડી આપી કરવામાં આવ્યો હતો.આ પ્રીમિયમ વોલ્વો બસ દ્વારા મુસાફરો માત્ર 1880 રૂપિયાના ભાડામાં આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો લાભ લઈ શકશે. બસ દરરોજ સવારે 8 વાગ્યે સુરતથી રવાના થશે અને રાત્રે 8 વાગ્યે સોમનાથ પહોંચશે.આ નવી સેવા શરૂ થતાં સોમનાથ મહાદેવના દર્શન માટે જતા યાત્રાળુઓને સીધી અને સુવિધાજનક મુસાફરીનો વિકલ્પ.