સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા ઝોન-5 પોલીસ દ્વારા અમરોલી અને રાંદેર વિસ્તારમાં વિશેષ કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસીપી લખધીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
VO : સુરતના અમરોલી-કોસાડ વિસ્તારમાં ઝોન-5 પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. ડીસીપી લખધીરસિંહ ઝાલા, એસીપી, પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ અને સ્ટાફના કાફલા સાથે રાંદેર અને અમરોલી વિસ્તારમાં અલગ-અલગ ટીમો બનાવી કોમ્બિંગ તેમજ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન જાહેર શાંતિ અને કાયદો-વ્યવસ્થા ભંગ કરતા તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે 30થી વધુ કલમ 135 હેઠળના કેસો નોંધ્યા હતા. ઉપરાંત 85 જેટલા અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરી અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા તેમજ લોકોને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે હેતુથી આવા ઓપરેશનો આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.
અમરોલી-કોસાડમાં ઝોન-5નો મેગા સપાટો....