અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘટાડવા માટે થયેલી શાંતિ સમજૂતીની અસર હવે વૈશ્વિક બજારોમાં જોવા મળી રહી છે. સમજૂતી બાદ બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં 3.5 ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે અમેરિકન કાચા તેલના ભાવમાં 5 ટકા સુધીનો ઘટાડો થયો છે. નિષ્ણાતોના મતે મધ્યપૂર્વમાં સ્થિરતા વધતા વૈશ્વિક અર્થતંત્રને રાહત મળશે અને ઊર્જા બજારમાં અનિશ્ચિતતા ઘટશે.