અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સુનીલ પરમારને ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોની ટીમે લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.મળતી માહિતી મુજબ, ફરિયાદીના બેંક એકાઉન્ટને અનફ્રીઝ કરાવવા બદલ હેડ કોન્સ્ટેબલ સુનીલ પરમારે ₹25 હજારની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ આ અંગે ACBનો સંપર્ક કરતા એજન્સીએ સમગ્ર મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ફરિયાદ સાચી હોવાનું સામે આવતા ACBએ અંકલેશ્વરના રજવાડી ટી સ્ટોલ નજીક ટ્રેપ ગોઠવી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ સુનીલ પરમાર ફરિયાદી પાસેથી ₹25 હજારની લાંચ સ્વીકારી રહ્યા હતા ત્યારે ACBની ટીમે તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ACB દ્વારા આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે
અંકલેશ્વર GIDC પોલીસનો હેડ કોન્સ્ટેબલ ACBના જાળમાં