35 દિવસના ઉનાળુ વેકેશન બાદ અંકલેશ્વરની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓના કોલાહલ અને ઉત્સાહથી શાળાઓના કેમ્પસ ફરી એકવાર જીવંત બની ઉઠ્યા છે.35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં આજથી અંકલેશ્વરની તમામ શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે.નવા સત્રના પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર શાળાએ પહોંચ્યા હતા. શાળા પરિસર અને વર્ગખંડો વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠ્યા હતા.નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતને લઈને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી હતી.શહેરના માર્ગો પર ફરી એકવાર સ્કૂલ વાન, બસો અને વિદ્યાર્થીઓની અવરજવર વધતા શૈક્ષણિક માહોલ જોવા મળ્યો હતો.ખાસ કરીને નાના ભુલકાઓમાં નવા ધોરણ, નવા મિત્રો અને નવા પુસ્તકોને લઈને આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.નવા સત્રની શરૂઆત સાથે જ શિક્ષણકાર્ય પણ ધમધમતું બન્યું છે અને વિદ્યાર્થીઓએ નવા શૈક્ષણિક વર્ષની ઉજ્જવળ શરૂઆત કરી છે.