અંકલેશ્વરમાં વોર્ડ નંબર 12 વિસ્તાર માં પેવર બ્લોકનું લોકાર્પણ
અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામના વોર્ડ નં. 12 વિસ્તારમાં રૂ. 45 લાખ ઉપરાંત પેવર બ્લોક ના કામ નું સોસાયટીના રહીશો ની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.અંકલેશ્વર ના ભડકોદ્રા ગ્રામ પંચાયત દ્વારા ગામના સર્વાંગી વિકાસ માટે "સૌનો સાથ, સૌનો વિકાસ" ના સૂત્રને સાકાર કરતાં ગ્રામ પંચાયત દ્વારા ગામના રસ્તા, સ્વચ્છતા અને અન્ય માળખાકીય સુવિધાઓને વધુ સશક્ત બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે,ત્યારે ગ્રામ પંચાયત દ્વારા વોર્ડ નંબર 12 માં રૂ 45 લાખ ના ખર્ચે પેવર બ્લોક ની કામગીરી કરવામાં આવી હતી જેનો આજરોજ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, આ કાર્યક્રમમાં ભડકોદરા ગામના સરપંચ સપના બેન વસાવા, ગ્રામ પંચાયતના સભ્ય રાકેશભાઈ પટેલ તેમજ તાલુકા ભાજપ મહામંત્રી વૈકુંઠભાઈ પટેલ સહીત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.