અરવલ્લી ધનસુરા તાલુકામાં બાયડ-મોડાસા હાઈવે પર ગમખ્વાર અકસ્માત
બાયડ-મોડાસા હાઈવે પર અલવા પ્રાથમિક શાળા નજીક આઈશર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.માહિતી મુજબ બાયડ તરફથી આવી રહેલી આઈશરે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં બાઈક પર સવાર અંદાજે 40 વર્ષીય મહિલા ભાવનાબેન રમેશભાઈ પરમાર, રહે. બિલવણીયા, નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.જ્યારે અકસ્માતમાં અન્ય બે વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી.ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વાત્રક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતને પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી હતી.હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.