અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ભેમપોડા ગામની સીમમાં વાત્રક કોલોની રોડ ઉપર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અરવલ્લીએ મોટી કાર્યવાહી હાથ ધરી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.મળતી માહિતી મુજબ LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે શંકાસ્પદ સ્વિફ્ટ VDI કાર નંબર GJ17 N 2767ની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.પોલીસે કુલ 887 બોટલ દારૂ કબજે કર્યો છે, જેની અંદાજિત કિંમત રૂ. 2,64,300 થાય છે. દારૂ ઉપરાંત કાર સહિત કુલ રૂ. 7,64,300નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.સમગ્ર મામલે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આ સફળ કામગીરી શ્રી એમ. એચ. ઝાલા, પોલીસ ઇન્સ્પેક્ટર, લોકલ ક્રાઈમ બ્રાન્ચ અરવલ્લીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. કાર્યવાહીમાં શ્રી પી. પી. સોલંકી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, શ્રી વિજય ઉમર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ LCBની ટીમના અન્ય કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.