અમરેલી જિલ્લના બગસરા નગરપાલિકા દ્વારા પ્રથમ સાધારણ સભાનું આયોજન બગસરાના ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું હતું.સાધારણ સભામાં 35 મુદ્દાઓને લઈ પાલિકા દ્વારા સામાન્ય સભા મળી હતી.વધુમાં ડોર ટુ ડોર કચરો ભરવાની નવી 7 ગાડીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ તકે સાધારણ સભામાં 22 ભાજપ અને 6 કોંગ્રેસના સભ્યો હાજર રહ્યા હતા.તેમજ ધારાસભ્ય જે.વી. કાકડીયા સહિત આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
બગસરા નગરપાલિકાની પ્રથમ સાધારણ સભા યોજાઈ,..