રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું.બકરી ઈદના તહેવાર નિમિત્તે કોઈ ઘટના ન બને તે હેતુંથી પોલીસે કામગીરી કરી.DCP, ACP તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનના PI અને પોલીસ કર્મચારીઓના કાફલા સાથે આ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. બીજી તરફ ડીસીપી લખધીરસિંહ ઝાલા દ્વારા શાંતિ સમિતિની બેઠક પણ બોલાવવામાં આવી હતી.સાથે જીપી એક્ટ હેઠળ અટકાયતી પગલા પણ લેવામાં આવ્યા હતા