આવનારા તહેવારોને ધ્યાને રાખીને બોટાદ પોલીસ સ્ટેશન ખાતે આજે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં બોટાદ ડીવાયએસપી, ટાઉન પોલીસના પીઆઈ, પોલીસ સ્ટાફ, સાધુ-સંતો તેમજ વિવિધ સમાજોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.: બેઠક દરમિયાન તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને તાજીયાના જુલૂસ દરમિયાન કોઈપણ પ્રકારના હથિયારો સાથે ન ફરવા તેમજ સૌએ ભાઈચારાની ભાવના સાથે તહેવારોની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી.બોટાદ ડીવાયએસપીએ જાહેર જનતાને સંદેશ આપતા જણાવ્યું હતું કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ તમામ સમાજના લોકો ભાઈચારા સાથે તહેવારો ઉજવે તે માટે પોલીસ સતત સતર્ક છે. સાથે જ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો.
બોટાદ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક