સુરતમાં ભીડભાડવાળી જગ્યાઓ, BRTS અને સિટી બસમાં મુસાફરી કરતા લોકોના મોબાઇલ ચોરી કરતી ગેંગને અશ્વની કુમાર પોલીસે ઝડપી પાડી છે.પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી કુલ 22 મોબાઇલ ફોન કબજે કર્યા છે. આરોપીઓ બસમાં ચડતા અને ઉતરતા મુસાફરોને ટાર્ગેટ કરતા હતા. ભીડનો લાભ લઈ લોકોના ખિસ્સામાંથી મોબાઇલ ચોરી કરી ફરાર થઈ જતા હતા.હાલ પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે.
BRTS અને સિટી બસમાં મોબાઇલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, 5 આરોપીની ધરપકડ...