"ચોમાસાની બીમારીઓ અંગે સ્ટાર હેલ્થનો જાગૃતિ વેબિનાર..."

સ્ટાર હેલ્થ દ્વારા ચોમાસાની બીમારીઓ અંગે વેબિનાર યોજાયો. વર્ષ 2025માં ગુજરાતમાંથી 2,000થી વધુ ક્લેમ મળ્યાનો દાવો, નિષ્ણાતોએ ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના રોગોથી બચવા માર્ગદર્શન આપ્યું.

ચોમાસાની બીમારીઓ અંગે સ્ટાર હેલ્થનો જાગૃતિ વેબિનાર યોજાઈ લોકોને મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોથી બચવા માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભારે વરસાદ, પાણી ભરાવા અને પૂર જેવી પરિસ્થિતિ બાદ ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ટાઇફોઇડ અને અન્ય ચેપી રોગોનું જોખમ વધી જતું હોય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્ટાર હેલ્થ દ્વારા ‘ચોમાસાની બીમારીઓ: બચાવ, તકેદારી અને પ્રારંભિક ચેતવણીનાં લક્ષણો’ વિષય પર વિશેષ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વેબિનારમાં આરોગ્ય નિષ્ણાતોએ લોકોને સમયસર સારવાર અને સાવચેતી અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

વર્ષ 2025માં ગુજરાતમાંથી 2,000થી વધુ ક્લેમ મળ્યા

સ્ટાર હેલ્થ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ વર્ષ 2025ના ચોમાસા દરમિયાન ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને આણંદ સહિતના શહેરોમાંથી ચોમાસા સંબંધિત બીમારીઓના 2,000થી વધુ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ નોંધાયા હતા. આ આંકડા દર્શાવે છે કે ચોમાસા દરમિયાન મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી શકે છે.

વેબિનારમાં સ્ટાર હેલ્થના ગુજરાત રીજનલ હેડ રાજેશ રાયચુરા, ક્લેમ્સ હેડ ડૉ. નવનીત બિબલાની અને રીજનલ મેડિકલ ઓફિસર ડૉ. આશિષ મનહર રાવલે હાજરી આપી હતી. તેમણે ચોમાસામાં વધતા આરોગ્ય જોખમો અંગે લોકોને જાગૃત કર્યા હતા.

ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના રોગોથી બચવા નિષ્ણાતોની સલાહ

નિષ્ણાતોએ જણાવ્યું કે વરસાદી મોસમમાં પાણી ભરાવાના કારણે મચ્છરોનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગો ઝડપથી ફેલાઈ શકે છે. ઉપરાંત દૂષિત પાણી અને અસ્વચ્છ ખોરાકના કારણે ટાઇફોઇડ, લેપ્ટોસ્પાયરોસિસ, વાયરલ ચેપ અને પેટ સંબંધિત બીમારીઓનું જોખમ પણ વધી જાય છે.

તેમણે લોકોને ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તે માટે ખાસ ધ્યાન રાખવા, સ્વચ્છ પાણી પીવા, મચ્છરથી બચવાના ઉપાયો અપનાવવા અને તાવ, શરીરમાં દુખાવો, ઊલટી, ઝાડા અથવા અન્ય પ્રારંભિક લક્ષણો જણાય તો તરત જ તબીબી સલાહ લેવા અપીલ કરી હતી.

સ્ટાર હેલ્થના આ વેબિનારનો મુખ્ય હેતુ લોકોને ચોમાસાની ઋતુમાં સાવચેત રહેવા, સમયસર સારવાર લેવા અને ગંભીર આરોગ્ય સમસ્યાઓથી બચાવવા અંગે જાગૃત કરવાનો હતો.