પાટણ એલસીબી પોલીસે નકલી નોટો બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. દેલમાલ ગામમાં આવેલી ઝેરોક્ષની દુકાનમાં દરોડો પાડી પોલીસે બે ઈસમોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં 500 રૂપિયાની નકલી નોટો સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.પાટણ એલસીબી પોલીસને નકલી ચલણી નોટોના કૌભાંડમાં મોટી સફળતા મળી છે. પોલીસે દેલમાલ ગામે આવેલી શિવાય ઇન્ફોટેક નામની ઝેરોક્ષની દુકાનમાં દરોડો પાડી બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી નિકુલજી ઠાકોર ઝેરોક્ષની દુકાનમાં એક બાળ કિશોરને સાથે રાખી 500 રૂપિયાની નકલી નોટો તૈયાર કરતો હતો.પોલીસે સ્થળ પરથી 500 રૂપિયાની 492 નકલી નોટો, કોમ્પ્યુટર, કલર પ્રિન્ટર, મોબાઈલ ફોન તેમજ એક વાહન મળી કુલ રૂ. 1 લાખ 1 હજાર 100નો મુદ્દામાલ કબજે કર્યો છે.સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય ત્રણ ઈસમોને ઝડપી પાડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.