દેશભરમાં આજે યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. ત્યરે સુરત શહેર પોલીસ તરફથી પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શહેર પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત ની અધ્યક્ષતામાં અઠવા લાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. શહેર પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા કાર્યક્રમ માં જોડાયા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત પોલીસ વિભાગના અધિકારી - કર્મચારીઓએ સમૂહમાં યોગા કર્યા હતા.વિવિધ યોગા કરી સ્વસ્થ ભારતનો સંદેશ પાઠવ્યો હતો. ફિટ ઈન્ડિયા ના સંકલ્પ સાથે શહેર પોલીસ વિભાગ દ્વારા યોગ દિવસની ઉજવણી કરાઇ હતી
દેશભરમાં આજે યોગ દિવસની ઉજવણી કરાઈ...