સમગ્ર વિશ્વ આજે 12મો વિશ્વ યોગ દિવસ ઉજવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પર આવેલા સ્વિમિંગ પુલ ખાતે 7 ક્લબના સભ્યો દ્વારા વિશ્વ યોગ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.ક્લબમાં સ્વિમિંગના કોચિંગ ક્લાસીસ દરમિયાન રોજ સવારે અને સાંજે પાંચ મિનિટ માટે યોગની તાલીમ આપવામાં આવે છે. કોચ દ્વારા પાણીમાં યોગના વિવિધ આસનો કરાવવામાં આવે છે, જે શરીરને ફિટ રાખવામાં અને માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં મદદરૂપ બને છે.પાણીના તરવૈયાઓને સાથે રાખીને 7 ક્લબ દ્વારા આજ રોજ પાણીમાં યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ કરનારોએ યોગથી શરીરને થતા ફાયદાઓ વિશે પણ માહિતી આપી હતી.સ્વિમિંગ પુલમાં નિયમિત આવતા બાળકો અને સભ્યોએ જણાવ્યું હતું કે શરીરને ફિટ રાખવા અને નીરોગી જીવન જીવવા માટે સ્વિમિંગ પણ એક પ્રકારનો યોગ છે અને તેનું નિયમિત પાલન કરવું જરૂરી છે.