સુરત શહેરમાં તાજેતરમાં બનેલી હત્યાની ઉપરાછાપરી ઘટનાઓ બાદ પોલીસ વધુ સક્રિય બની છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવવા સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડિંડોલી વિસ્તારમાં મોડી સાંજે મેગા કોબિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ડીસીપી ભાવેશ રોજીયા પણ પોલીસ ટીમ સાથે જોડાયા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચે ડિંડોલી વિસ્તારમાં આવેલા આવાસો તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં મોડી સાંજે વ્યાપક કોબિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. ઓપરેશન દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી તેમજ તેમના દસ્તાવેજો અને ઓળખની ચકાસણી કરવામાં આવી હતી.આ ઉપરાંત ભૂતકાળમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. શહેરમાં તાજેતરમાં બનેલી હત્યાની ઘટનાઓને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા આ વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બને તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ રહે તે હેતુથી હાથ ધરાયેલા આ કોબિંગ દરમિયાન કેટલાક લોકો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
ડિંડોલીમાં ક્રાઈમ બ્રાન્ચનું મેગા કોબિંગ ....