સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ડુંડી ગામના ઓપન પ્લોટમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગની ઘટનામાં એક ઓટો રિક્ષા બળીને ખાખ થઈ ગઈ હતી.
પાંડેસરા વિસ્તારના ડુંડી ગામ પાસે આવેલા ઓપન પ્લોટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.આગ વિકરાળ બનતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની બે ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતીફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો હતો.આગની લપેટમાં એક ઓટો રિક્ષા આવી જતા રિક્ષા બળીને ખાખ થઈ ગઈ હતી.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.હાલ આગ કયા કારણોસર લાગી તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આગમાં ઓટો રિક્ષા બળીને ખાખ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો.