સુરત ક્રાઈમ બ્રાન્ચે મોબાઈલ અને લેપટોપ ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર ચાલતા આરોપી કુલદીપ ઉર્ફે કુલ્લુ ગુલાબસિંહ ઠાકુરને ઝડપી પાડ્યો છે. વર્ષ 2025 દરમિયાન આરોપીએ મહીધરપુરા વિસ્તારમાં આવેલા મહેક આઈકોન બિઝનેસ કોમ્પ્લેક્ષમાં રાત્રિના સમયે બે ઓફિસોના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યાંથી 7 મોબાઈલ ફોન તેમજ 3 લેપટોપની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.પોલીસ તપાસ દરમિયાન આ ગુનામાં કિશન કમલાશંકર દુબે નામના અન્ય આરોપીની પણ સંડોવણી સામે આવી છે. ઝડપાયેલ કુલદીપ અગાઉ કુખ્યાત સુરજ કાલિયા ગેંગનો સાગરીત રહી ચૂક્યો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.આરોપી સામે મારામારી, ધાકધમકી, આર્મ્સ એક્ટ, ચોરી અને ગુજસીટોક સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ઉપરાંત પાંડેસરા અને કોસંબા પોલીસ મથકોમાં પણ તેની વિરુદ્ધ ગુનાઓ દાખલ થયેલા છે. આરોપી સામે અગાઉ પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે.