અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ઘંટીયાણ ગામ નજીક દીપડાના આંટાફેરા CCTV કેમેરામાં કેદ થયા છે.ઘંટીયાણ ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ વિસ્તારમાં મોડી રાત્રિના સમયે દીપડો નિર્ભયપણે ફરતો જોવા મળ્યો હતો.દીપડાની હિલચાલ કેમેરામાં કેદ થતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ ઘંટીયાણ ગામમાં સિંહણના હુમલામાં એક બાળકનું મોત નિપજ્યું હતું.આ ઘટનાના પગલે ગ્રામજનોમાં હજુ ભયનો માહોલ યથાવત છે ત્યારે હવે દીપડાના આંટાફેરાએ લોકોની ચિંતા વધારી દીધી છે.સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી દીપડાને પાંજરે પુરવા અને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે.વન વિભાગ દ્વારા સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.