સુરત ગ્રામ્ય એલસીબીએ જુગારની પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી કરતાં માંડવી તાલુકાના ગોદાવાડી ગામની સીમમાં દરોડો પાડી જુગાર રમતા 8 શખ્સોને ઝડપી પાડ્યા છે. જ્યારે 3 આરોપીઓ પોલીસને જોઈને ફરાર થઈ ગયા હતા. એલસીબી પીઆઈ એન.જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.એલ. પટેલ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે ગોદાવાડી ગામની સીમમાં રેડ કરવામાં આવી હતી.પોલીસે સ્થળ પરથી મોબાઈલની લાઈટના અજવાળે ગંજીપત્તાના પત્તા વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા 8 શખ્સોને ઝડપી પાડ્યા હતા.જ્યારે અન્ય 3 આરોપીઓ પોલીસને જોઈને નાસી છૂટ્યા હતા, જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.પોલીસે દાવ પરથી અને અંગજડતીમાંથી રોકડા રૂપિયા 14 હજાર 700, 9 મોબાઈલ ફોન તેમજ અન્ય સામાન મળી કુલ 63 હજાર 700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.