સુરત ઈકો સેલની ટીમે ભાગીદારી પેઢી અને વિદેશી ટ્રેડિંગના નામે લાખોની છેતરપિંડી આચરનાર બે આરોપીઓને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. આરોપીઓએ ફરિયાદી સાથે કરોડો રૂપિયાના વ્યવહારો કરી લાખોની રકમની ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે.સુરત ઈકો સેલ પોલીસે છેતરપિંડીના એક મોટા કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ ફરિયાદી સાથે ભાગીદારી પેઢી તેમજ વિદેશી ટ્રેડિંગના વ્યવસાયના નામે વિશ્વાસ કેળવી રૂ. 49 લાખ 58 હજાર 700 ની રકમની છેતરપિંડી આચરી હતી.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ફરિયાદીને માત્ર રૂ. 15 લાખ જેટલી રકમ પરત આપી હતી, જ્યારે બાકીની રકમ ચૂકવવાનો ઇનકાર કરી ધમકીઓ પણ આપી હતી.ઘટનાને પગલે ફરિયાદી દ્વારા સુરત ઈકો સેલમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે ઈકો સેલની ટીમે તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન આરોપી રવિકુમાર કાછડીયા અને કૈવલ પટેલની સંડોવણી સામે આવતા બંનેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
ઈકો સેલે છેતરપિંડીના બે આરોપી ઝડપ્યા....