પ્રેમસંબંધ છુપાવવા પ્રેમીના દબાણના હું અસહ્ય ત્રાસથી યુવતીએ આપઘાત કર્યો
બહુચરાજી કાર શો રૂમમાં કામ કરતો દિલીપ બદનામ કરવાની ધમકી આપતો હતો.બહુચરાજીના ૨૮ વર્ષીય પ્રેમી 1 યુવકના અસહ્ય માનસિક ત્રાસ, દબાણ 1 અને સમાજમાં બદનામ કરવાની - ધમકીઓથી કંટાળી યુવતીએ ફાંસો ખાઈ = આત્મહત્યા કરી લીધી છે. ભેસ્તાન 1 પોલીસે મૃતકના પિતાની ફરિયાદના = આધારે બહુચરાજીમાં કારના શોરૂમમાં કામ કરતા દિલીપ બાબરીયા સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના બહુચરાજી ખાતે કાર શો રૂમમાં કામ કરતાં દિલીપ ભનુભાઈ.બાબરીયા (ઉ.વ. ૨૮, મૂળ રહે. પીખોર, તા. માળિયા હટીના, જિ. જૂનાગઢ) ભેસ્તાનમાં રહેતી કોલેજિયન યુવતી સાથે ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં હતો. પ્રેમસંબંધમાં બંને એકબીજાને મળતા હતા. બંને વચ્ચેની વાતચીત સમયે યુવતીને અન્ય એક મુકેશ નામના યુવક સાથે સંબંધ રાખવા કે વાતચીત કરવાની વારંવાર ના પાડતો હતો. દિલીપ અવારનવાર યુવતી પર દબાણ લાવતો અને ધમકાવતો હતો કે, જો તું મુકેશ સાથે વાતચીત ચાલુ રાખીશ તો મજા નહીં આવે. એટલું જ નહીં, આરોપી
યુવતીને એવી પણ ધમકી આપતો હતો કે તે તેના પ્રેમ સંબંધો વિશે તેના પરિવારને કહી દેશે અને સમાજમાં તેને બદનામ કરી મૂકશે. દિલીપના આ સતત માનસિક ત્રાસ અને ધમકીઓથી યુવતી ભારે તણાવમાં આવી ગઈ હતી. આખરે ૨૦ મેએ સવારે તેણે પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ અંગે ભેસ્તાન પોલીસ મથકે તેના પિતાએ ફરિયાદ આપતાં દુષ્યેરણા આપવા મામલે દિલીપ બાબરીયા વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી છે.
ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલા પ્રેમી દિલીપની દુસ્પ્રેરણાના ગુનામાં ધરપકડ..