ઈરાન યુદ્ધની અસર હવે વૈશ્વિક ક્રૂડ ઓઈલ બજારમાં જોવા મળી રહી છે. યુદ્ધ પહેલા બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ 70 ડોલર પ્રતિ બેરલ હતો, જે વધીને 120 ડોલર સુધી પહોંચ્યો છે. ભાવવધારાના કારણે ભારત સહિત અનેક દેશોમાં પેટ્રોલ-ડીઝલ મોંઘું થવાની આશંકા વધી છે. ઊર્જા બજારમાં અનિશ્ચિતતા વધતા સામાન્ય લોકોના ખિસ્સા પર અસર પડી શકે છે.