જાફરાબાદના કડીયાળી ગામમાં પ્રેમ સંબંધમાં થયેલી 23 વર્ષીય યુવકની હત્યાના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ ચાર આરોપીઓને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જાફરાબાદના કડીયાળી ગામમાં ગઈકાલે પ્રેમ સંબંધમાં એક 23 વર્ષીય યુવકની હત્યાની ઘટના સામે આવી હતી.મૃતક યુવક પર યુવતીના પરિવારજનોએ લાકડી, ધોકા અને અન્ય હથિયારો વડે હુમલો કરી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી જાફરાબાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.પોલીસે ગણતરીના કલાકોમાં જ ચાર આરોપીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.આરોપીઓની પૂછપરછ સહિત સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.આ ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.હાલ પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.