અમરેલી જિલ્લામાં જમીન વિવાદે વધુ એક વખત લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ખાંભા તાલુકાના કંટાળા ગામે જમીન સંબંધિત તકરારમાં સગા મોટાભાઈએ નાના ભાઈ પર કુહાડી વડે જીવલેણ હુમલો કરતા તેનું મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર જમીનના મુદ્દે સગા બે ભાઈઓ વચ્ચે લાંબા સમયથી મતભેદ ચાલી રહ્યો હતો.આ દરમિયાન વિવાદ ઉગ્ર બનતા મોટાભાઈએ પોતાના નાના ભાઈ પર કુહાડી વડે હુમલો કર્યો હતો.હુમલામાં નાના ભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું કરુણ મોત નીપજ્યું હતું.ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ સહિતની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.પારિવારિક જમીન વિવાદે હિંસક વળાંક લેતા એક વ્યક્તિનો જીવ જતાં કંટાળા ગામ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે.