તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કણજા ગામે તાપી નદીના પટમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન થતું હોવાની બાતમીના આધારે વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું હતું.પ્રાંત અધિકારી વ્યારા, મામલતદારશ્રી, ભુસ્તર વિભાગ અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન નદીના પટમાં મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું હતુંજેના પગલે ટીમે તાત્કાલિક દરોડો પાડી સ્થળ પરથી ત્રણ હિટાચી મશીન, દસ નાવડીઓ તેમજ રેતી ભરેલા બે હાઈવા ટ્રકો જપ્ત કર્યા હતા.જપ્ત કરાયેલા વાહનો અને સાધનોને કબજામાં લઈ સંબંધિત કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ભુસ્તર વિભાગ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે ખનીજ નિયમો મુજબ દંડાત્મક અને કાયદેસરની આકરી કાર્યવાહી કરવામાં આવશે.તાજેતરના સમયમાં જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે આ દરોડાને મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે.
કણજા ગામે ગેરકાયદેસર રેતી ખનન પર તંત્રનો દરોડો....