સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ નજીક કેવડિયા ગામની સીમમાં વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરાયેલા કરોડો રૂપિયાના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. અરેઠ તાલુકાના કેવડિયા ગામની સીમમાં આજે 7 પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.આ કાર્યવાહીમાં તરકેશ્વર, માંડવી, ઝંખવાવ, ઉમરપાડા, માંગરોળ, પાલોદ અને કોસંબા પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા દારૂનો સમાવેશ કરવામાં આવ્યો હતો.નશાબંધી અધિક્ષક, ડીવાયએસપી, મદદનીશ પોલીસ અધિક્ષક, માંડવી પ્રાંત અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં રોલર અને જેસીબીની મદદથી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.અધિકારીઓના જણાવ્યા મુજબ કુલ 3 કરોડ 38 લાખ 29 હજાર 100 રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
કેવડિયામાં કરોડોનો દારૂ નાશ કરાયો..