સુરતની રાંદેર સ્થિત લાઈફ લાઈન હોસ્પિટલમાં ભાગીદારો વચ્ચેનો વિવાદ હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે. હોસ્પિટલના ડિરેક્ટર અને પ્રમોટર સામે લાખોની છેતરપિંડી અને શેર ટ્રાન્સફરના ગંભીર આક્ષેપો સાથે FIR નોંધાતા મામલો ચર્ચામાં આવ્યો છે.સુરતની રાંદેર વિસ્તારમાં આવેલી લાઈફ લાઈન હોસ્પિટલના ડિરેક્ટર ડો. હિરેન શાહ અને તેમના પરિવાર વિરુદ્ધ છેતરપિંડી સહિતના આરોપો સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદ મુજબ હોસ્પિટલના ભાગીદારોને અંધારામાં રાખી શેર ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.સાથે જ હોસ્પિટલના ફાર્મસી વિભાગ અને ડાયાલિસિસ સેન્ટરમાં લાખો રૂપિયાની ઉચાપત થઈ હોવાના મુદ્દા પણ સામે આવ્યા છે.ભાગીદારો વચ્ચેનો આંતરિક વિવાદ ઉગ્ર બનતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.હાલ પોલીસ દ્વારા ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.આ કેસ સામે આવતા હોસ્પિટલના ડિરેક્ટર અને સંચાલન ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે.