લસકાણા પોલીસની સરાહનીય કામગીરી કેનાલમાં પડેલા યુવકનો બચાવ..
સુરતના લસકાણા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. ગઢપુર રોડ પર આવેલી કેનાલમાં પડેલા એક યુવકને પોલીસે સમયસર બચાવી સલામત બહાર કાઢ્યો હતો.સુરતના ગઢપુર રોડ પર આવેલી કેનાલમાં એક યુવક અચાનક ખાબકી ગયો હતો.પ્રાથમિક માહિતી મુજબ યુવક અસ્થિર મગજનો હોવાનું જાણવા મળ્યું છે. કેનાલમાં યુવક પડ્યો હોવાની જાણ થતાં લસકાણા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસે સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી અને યુવકને કેનાલમાંથી સલામત બહાર કાઢ્યો હતો.લસકાણા પોલીસની આ ઝડપી અને સરાહનીય કામગીરીના સ્થાનિક લોકોએ વખાણ કર્યા હતા