સુરતમાં કાંઠા વિભાગ માછી સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત માછી સમાજ પ્રીમિયર લીગ સિઝન-5ની ફાઇનલ મેચ ભીમરાડ ગાંધી મેદાન ખાતે રમાઈ હતી. ફાઇનલમાં ગભેણી ગામની વિયા ટીમે શાનદાર પ્રદર્શન કરીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. સુરતના ભીમરાડ ગાંધી મેદાન ખાતે કાંઠા વિભાગ માછી સમાજ ટ્રસ્ટ દ્વારા માછી સમાજ પ્રીમિયર લીગ સિઝન-5નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં જય અંબે અને વિયા ટીમ વચ્ચે રસાકસીભરી ટક્કર જોવા મળી હતી. જેમાં ગભેણી ગામની વિયા ટીમે 55 રનથી ભવ્ય જીત મેળવી ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો હતો.આ પ્રસંગે ડુમસના સમાજસેવી અને ટુર્નામેન્ટના સ્પોન્સર દીપક ઈજારદાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે તેમના પુત્ર ધ્યેય ઈજારદાર પણ હાજર રહ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.ટુર્નામેન્ટના સમાપન પ્રસંગે દીપક ઈજારદાર દ્વારા વિજેતા ટીમને ટ્રોફી તેમજ ચેક એનાયત કરવામાં આવ્યો હતો.