સુરત માંડવી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એસ. વળવીના સીધા માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી હતી.ચેકિંગ દરમિયાન પોલીસને નંબર પ્લેટ વગરની એક સુઝુકી મોપેડ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી.પોલીસે વાહનના એન્જિન અને ચેસીસ નંબરની તપાસ કરતાં આ મોપેડ ચોરીની હોવાનું સામે આવ્યું હતું.પુછપરછ દરમિયાન આરોપીએ આશરે આઠ મહિના પહેલા માંડવી બજારમાં જૈન દેરાસર નજીક એક ઘરની બહારથી મોપેડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.પોલીસે આરોપી રાહુલ રામભાઈ ઉર્ફે રામુ જોગી, રહે. ધોબણી નાકા જોગીવાળાને ઝડપી પાડ્યો હતો.આરોપી પાસેથી રૂ. 90 હજાર કિંમતની ચોરી કરાયેલી મોપેડ કબજે કરવામાં આવી છે.માંડવી પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.આ કામગીરીમાં પીઆઈ જે.એસ. વળવી, એએસઆઈ સનતભાઈ, હેડ કોન્સ્ટેબલ ભાવિનભાઈ તેમજ પોલીસ કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
માંડવી પોલીસે વાહન ચોરીનો ગુનો ઉકેલ્યો...