સુરત જિલ્લાના માંડવી નગરના સૂર્યપુત્રી તાપી નદીના પટાંગણ ખાતે આવેલા રિવરફ્રન્ટ પર 12મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. માંડવી નગરપાલિકા અને તાલુકા વહીવટી તંત્ર સુરત દ્વારા આયોજિત કાર્યક્રમમાં સાંસદ પ્રભુભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મિનિટ ટુ મિનિટ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અંજલીબેન દ્વારા પ્રેક્ટિકલ યોગ, પ્રાણાયામ અને મેડિટેશન કરાવવામાં આવ્યું હતું.આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા, સુરત જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશભાઈ પારેખ, માંડવી પ્રાંત અધિકારી કૌશિકભાઈ જાદવ, મામલતદાર જયપ્રકાશ મિસ્ત્રી, ટીડીઓ રાજેન્દ્રસિંહ પરમાર, પીઆઈ જયેશભાઈ વડવી, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, પાલિકા પ્રમુખ અમીશાબેન રાઠોડ, ઉપપ્રમુખ પ્રવિણસિંહ અટોદરીયા, કારોબારી અધ્યક્ષ સુનિલકુમાર રબારી સહિત તાલુકાના અધિકારીઓ, કર્મચારીઓ, સ્કૂલના બાળકો, સિનિયર સિટીઝનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.કુલ 517 જેટલા લોકોએ યોગ શિબિરનો લાભ લઈ સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ કર્યો હતો.
માંડવી રિવરફ્રન્ટ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી.....