સુરત શહેરમાં વધતી ગુનાખોરી વચ્ચે વધુ એક જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. હોળી બંગલા નજીક આવેલા મુસીબતપુરા વિસ્તારમાં એક યુવક પર અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ અલ્તામસ અન્સારી નામના યુવક પર અજાણ્યા શખ્સ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.અચાનક બનેલી આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં અફરાતફરી અને ચકચાર મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.પોલીસે ગુનો નોંધી હુમલાખોરની શોધખોળ શરૂ કરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે આરોપીને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.શહેરમાં સતત સામે આવી રહેલી હત્યા અને હુમલાની ઘટનાઓને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.
મુસીબતપુરામાં યુવક પર જીવલેણ હુમલો...