સુરત જિલ્લાના કીમ નજીક નેશનલ હાઇવે-48 પર આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. માંગરોળ તાલુકાના પીપોદરા નહેર નજીક કટ પાસે એક બેકાબૂ કન્ટેનરે બે બાઈકને અડફેટે લેતા એક બાઈક સવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે-48 પર કીમ નજીક આવેલા પીપોદરા નહેરના કટ પાસે એક કન્ટેનર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બે બાઈકને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે એક બાઈક સવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બાઈક પર સવાર બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ હાઇવે પર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.