રાજ્યભરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો સામે ચાલી રહેલા *ઓપરેશન ડેલ્ટા હન્ટ* અંતર્ગત અરવલ્લી જિલ્લામાં પણ વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન 13 શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોને શોધી તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં *ઓપરેશન ડેલ્ટા હન્ટ* ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંગે રાજ્યના પોલીસ વડા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને જિલ્લાના પોલીસ વડાઓને વીડિયો કોન્ફરન્સ મારફતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની સૂચનાથી એલસીબી અને એસ.ઓ.જી.ની કુલ 6 ટીમો બનાવી ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો તેમજ તેમની સાથે સંકળાયેલા લોકોની તપાસ હાથ ધરવામાં આવી હતી.અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન 13 શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો મળી આવ્યા હતા. તમામને એસ.ઓ.જી. કચેરી ખાતે લાવી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.પોલીસ દ્વારા તેમના દસ્તાવેજો, ઓળખ અને ભારતમાં પ્રવેશ અંગેની વિગતોની ચકાસણી કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.