" પાલડીના શ્રી જલધારેશ્વર મહાદેવ ખાતે શ્રાવણી અમાસે વિશેષ પૂજા "

જલધારેશ્વર મહાદેવ શ્રાવણી અમાસ નિમિત્તે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા શ્રી જલધારેશ્વર મહાદેવના પ્રાંગણમાં વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસના અંતિમ દિવસે સવારે ભસ્મ આરતી, બપોરે

શિવપુરાણની પૂર્ણાહુતિ આરતી અને સાંજે મહાદેવને સવા લાખ બીલીપત્રનો શૃંગાર કરવામાં આવ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન મંદિર ખાતે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.જલધારેશ્વર મહાદેવ શ્રાવણી અમાસ નિમિત્તે પાલડી

મંદિરમાં સવા લાખ બીલીપત્રના શૃંગાર સાથે વિશેષ પૂજા  યોજાઈ  હતી..

ભસ્મ આરતીથી શ્રાવણી અમાસના ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ

જલધારેશ્વર મહાદેવ શ્રાવણી અમાસ નિમિત્તે પાલડી મંદિરમાં સવા લાખ બીલીપત્રના શૃંગાર સાથે વિશેષ પૂજા

પાલડી ખાતે આવેલા શ્રી જલધારેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણી અમાસના પવિત્ર દિવસે સવારે મહાદેવની ભસ્મ આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ બપોરના સમયે શિવપુરાણની પૂર્ણાહુતિ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાંજે મહાદેવને સવા લાખ બીલીપત્રનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. આ સાથે શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં ચાલી રહેલી પૂજા અને ધાર્મિક કાર્યક્રમો સંપન્ન થયા હતા.

મંદિરના મહંત અભિષેક મહારાજે શ્રાવણ માસ અને શિવપુરાણનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે શ્રાવણ માસ દરમિયાન કરવામાં આવતી સેવા અને ભક્તિ મહાદેવ સુધી પહોંચે છે. આ સાથે પૂજા-પાઠ, અન્નદાન અને

મહાદેવને બીલીપત્ર અર્પણ કરવાના ધાર્મિક મહત્વ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.

શિવપુરાણ અને વિવિધ પ્રકારના અભિષેકનું મહત્વ સમજાવાયું

મહંત અભિષેક મહારાજે શિવપુરાણ સાંભળવા અને કરાવવાના વિશેષ મહિમા અંગે પણ જણાવ્યું હતું. આ ઉપરાંત મહાદેવ પર ઔષધીય જળ, ફળોના રસ, સપ્તધાન્ય, સરસવના તેલ તેમજ વરસાદના પાણીથી અભિષેક કરવાના

ધાર્મિક મહત્વ અંગે માહિતી આપી હતી.

શ્રાવણ માસ દરમિયાન શ્રી જલધારેશ્વર મહાદેવ ખાતે વિવિધ પૂજા અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી મહાદેવના દર્શનનો લાભ લીધો હતો.

શ્રાવણ માસના અંતિમ દિવસ અને શ્રાવણી અમાસ નિમિત્તે પણ મંદિર ખાતે ભક્તોમાં વિશેષ ધાર્મિક ઉત્સાહ જોવા મળ્યો હતો. ભસ્મ આરતીથી શરૂ થયેલા ધાર્મિક આયોજનમાં શિવપુરાણની પૂર્ણાહુતિ આરતી અને સવા લાખ

બીલીપત્રના શૃંગાર સાથે શ્રાવણ માસની પૂજા સંપન્ન કરવામાં આવી હતી.