સુરતના પાંડેસરા વિસ્તારમાં માનવતાનું એક અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે. પાંડેસરા પોલીસને ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલી નવજાત બાળકીને પોલીસ સ્ટાફે દત્તક લઈ તેની છઠ્ઠીની ઉજવણી પણ ધામધૂમથી કરી છે. પાંડેસરા પોલીસને થોડા સમય પહેલા ત્યજી દેવાયેલી હાલતમાં એક નવજાત બાળકી મળી આવી હતી. બાળકીની સંભાળ અને સુરક્ષાની જવાબદારી પાંડેસરા પોલીસ દ્વારા ઉઠાવવામાં આવી હતી.પોલીસ સ્ટાફે માત્ર બાળકીની દેખભાળ જ નહીં પરંતુ તેની છઠ્ઠીનો કાર્યક્રમ પણ પોલીસ સ્ટેશનમાં ધામધૂમથી ઉજવ્યો હતો.લાડકવાઈ બાળકીનું નામ પણ પોલીસ કર્મચારીઓએ પ્રેમથી "કશિશ" રાખ્યું છે.સુરત પોલીસની આ સંવેદનશીલ કામગીરીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ખાખી માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ જ નથી કરતી, પરંતુ જરૂરિયાતના સમયે માનવતા, સંવેદના અને માતૃત્વની ભૂમિકા પણ નિભાવે છે.