સુરતની ઉત્રાણ પોલીસે મોટી સફળતા મેળવી છે. પોક્સો કેસમાં 20 વર્ષની સજાનો પેરોલ જમ્પર, અમદાવાદના અપહરણ કેસના વોન્ટેડ આરોપી તેમજ આંતરરાજ્ય વાહન ચોરી ગેંગના સભ્યોને ઝડપી પાડી અનેક ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.ઉત્રાણ પોલીસે વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કાર્યવાહી કરી મોટી સફળતા મેળવી છે. પોલીસ દ્વારા પોક્સો કેસમાં દોષિત ઠરેલા અને પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થયેલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી 20 વર્ષની સજાનો ભોગવી રહ્યો હતો.આ ઉપરાંત અમદાવાદના અપહરણ કેસમાં ભોગ બનનાર યુવતી સાથે બે વોન્ટેડ આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. તપાસ દરમિયાન રાજસ્થાનમાં પ્રેમિકાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા આરોપીની પણ સુરતમાંથી ધરપકડ કરવામાં આવી છે.ઉત્રાણ પોલીસની તપાસમાં આંતરરાજ્ય વાહન ચોરી ગેંગનો પણ પર્દાફાશ થયો છે. ગેંગના સભ્યો રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં થાર, સ્કોર્પિયો, ક્રેટા જેવી મોંઘી ફોર વ્હીલ ગાડીઓની ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે.પોલીસે વાહન ચોરીના માસ્ટરમાઈન્ડ સહિતના આરોપીઓને ઝડપી પાડી અનેક ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોક્સો કેસનો પેરોલ જમ્પર ઝડપાયો,આંતરરાજ્ય વાહન ચોરી ગેંગનો પર્દાફાશ