વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના રંભોડા ગામ ખાતે એન.એમ. સદગુરુ વોટર એન્ડ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન અને HDFC બેંક પરિવર્તન પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એન.એમ. સદગુરુ વોટર એન્ડ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન અને HDFC બેંક પરિવર્તન પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રકારના બાગાયતી અને ઇમારતી વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત મહિલા લાભાર્થી બહેનોને બાગાયતી તેમજ ઇમારતી મળીને કુલ 500 રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં સંસ્થાના ડેપ્યુટી ડાયરેક્ટર રમેશભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, દિવ્યાબેન બારિયા, બક્ષીપંચ આશ્રમ શાળાના આચાર્ય કલાબેન માજી, સરપંચ ભાથીભાઈ ખાટ તેમજ આત્મા પ્રોજેક્ટના કર્મચારી ભાવેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.HDFC બેંક પરિવર્તન પ્રોજેક્ટના સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ પણ કાર્યક્રમમાં ભાગ લઈ પર્યાવરણ જતનનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.